હરિવંદના પરિવાર દ્વારા પ્રતિવર્ષની જેમ ૨૦૧૯ માં પણ રાષ્ટ્રીય કક્ષાની સાયન્સ કોન્ફરંસ Budding Scientist – ૩ નું આયોજન કરવામાં આવું હતું. પ્રથમ દિવસે વિવિધ પ્રદેશોમાંથી પધારેલા વિદ્યાર્થીઓ માટે વિવિધ વિષયોના તજજ્ઞો દ્વારા Hands-On Workshop યોજવામાં આવી હતી. કોન્ફરંસના બીજા દિવસે ઓરલ , મોડેલ અને પોસ્ટર પ્રેસેંટેશનની સ્પર્ધા યોજાય હતી જેમાં સમગ્ર રાષ્ટ્રમાંથી પધારેલા યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કોન્ફરંસના અંતમાં યોજેલ વેલેડીકટરી ફંકશન અને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમનીમાં ભારતની સુરક્ષા સંસ્થા DRDO ( ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેસન ) ના ગ્વાલીયર મથકથી પધારેલા વૈજ્ઞાનિક શ્રી એ.કે.ગોહેલ ( બાયોટેકનોલોજી વિભાગ, DRDE) દ્વારા Microbes:Our Enemies or Friends વિષય પાર વિશદ ચર્ચા કરવામાં આવી હતી. આ વર્ષથી કોઈ એક સ્પર્ધકને Budding Scientist પુરસ્કાર આપવાની શરુઆત કરી હતી.